દિલ્હીમાં 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ : નરેન્દ્ર મોદી , CCS, CCPAની મીટિંગમાં હાજર

April 30, 2025

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશોમાં હાજર નાગરિકો પોતપોતાના દેશોમાં પાછા ફરી રહ્યા છે. આજે રાજધાની દિલ્હીમાં 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ રહી હોવાથી બસ તેની જ ચર્ચા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા કરી રહ્યા છે.

સીસીએસ એ સરકારી સંસ્થા છે જે રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર સૌથી મોટા નિર્ણયો લે છે. કેબિનેટ સમિતિઓમાં CCPA સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. CCPA ને ઘણીવાર 'સુપર કેબિનેટ' તરીકે ઓળખવામાં આવે છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસનો ફોન આવ્યો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તેમની સ્પષ્ટ નિંદાની હું પ્રશંસા કરું છું. હું જવાબદારીના મહત્વ પર સંમત છું. ભારત આ હુમલાના ગુનેગારો, આયોજકો અને સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે."