પાકિસ્તાનની 25 ચેકપોસ્ટ પર તાલિબાનનો કબજો, પાકિસ્તાનના 58 સૈનિકોના મોત
October 12, 2025
પાકિસ્તાનની અંદર ઘૂસી અફઘાન સેના, પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
ભારત સામે યુદ્ધમાં મ્હાત બાદ પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન સાથે પંગો લીધો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકના જવાબમાં તાલિબાને પાકિસ્તાની સેના પર ભીષણ હુમલો કર્યો છે. APના અહેવાલ અનુસાર તાલિબાનનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ લીધેલા બદલામાં પાકિસ્તાનના 58 સૈનિકો ઠાર થયા છે જ્યારે 30 ઈજાગ્રસ્ત છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાનની 25 ચોંકી પર કબજો કરી લીધો છે. તાલિબાન સરકારે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે જો કોઈ પણ અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તો અફઘાનિસ્તાનની સેના તેનો જડબાતોડ જવાબ આપશે. અમારી સેના સરહદની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાન આ હુમલાનો મજબૂતી સાથે જવાબ આપશે.
પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકનો બદલો લેવા માટે તાલિબાને પાકિસ્તાનની સરહદ પર શનિવારે રાત્રે હુમલો કર્યો. અફઘાનિસ્તાનની સેના સરહદ ઓળંગી પાકિસ્તાનમાં ઘૂસી ગઈ અને 25 ચોકી પર કબજો કરી લીધો. તાલિબાને પાકિસ્તાનની અનેક પોસ્ટ તબાહ કરી નાંખી. સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર પાકિસ્તાનના જવાબી હુમલામાં અફઘાનિસ્તાનની પણ કેટલીક ચોકીઓને નુકસાન થયું છે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026