ઈઝરાયલના હુમલાથી મધ્યપૂર્વના દેશોમાં ટેન્શન, ખુદ ટ્રમ્પ હવે મોરચો સંભાળવા મેદાને
September 12, 2025
અમેરિકાના પ્રમુખ અને કતારના વડાપ્રધાન વચ્ચે આજે મહત્ત્વપૂર્ણ બેઠક
દોહા : કતારની રાજધાની દોહામાં ઈઝરાયલના હુમલાથી હમાસ સાથેની વાતચીત પાટા પરથી ઉતરી ગઈ છે. ઘણાં મહિનાઓથી યુદ્ધવિરામના બીજા રાઉન્ડની અટકળો ચાલી રહી હતી, પરંતુ આ હુમલાએ અચાનક બધું બદલી નાખ્યું છે. અત્યાર સુધી કતાર હમાસ અને ઈઝરાયલ વચ્ચે મધ્યસ્થી કરતો દેશ હતો. પરંતુ હવે તે ઈઝરાયલ સામે થઈ શકે છે. હમાસ કમાન્ડરોને મારવાના નામે દોહામાં થયેલા હુમલાથી ઈસ્લામિક દેશો ઉશ્કેરાયા છે. આ કારણે કતારે 14મી અને 15મી સપ્ટેમ્બરે આરબ અને ઈસ્લામિક દેશોની બેઠક બોલાવી છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ પરિસ્થિતિને સંભાળવા માટે આગળ આવ્યા છે. તે શુક્રવારે (12મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કમાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાનીને મળશે.
અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાની વચ્ચે ઈઝરાયલી હુમલા અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના હુમલાને ખોટો ગણાવ્યો છે અને કતારને સમર્થન આપ્યું છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં પણ તે ઈઝરાયલને ખોટો ગણાવીને કતારને ધીરજ રાખવાનો સંદેશ આપી શકે છે.
કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાની ઈચ્છશે કે આ બેઠકનો ઉપયોગ ઈઝરાયલ પર દબાણ વધારવા માટે થાય. આરબ અને ઈસ્લામિક દેશો પહેલાથી જ કતાર સાથે એકતા દર્શાવી ચૂક્યા છે. આ ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ ઈઝરાયલની નિંદા કરી છે. 5 યુરોપિયન દેશો પણ કહે છે કે તેઓ સપ્ટેમ્બરના અંતમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પેલેસ્ટાઇનને માન્યતા આપશે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026