ઈઝરાયલમાં આતંકવાદી હુમલો, મોસાદ હેડકવાર્ટર પાસે ટ્રકે લોકોને કચડયા, 35 ઘાયલ
October 28, 2024

ઈઝરાયલના સૌથી મોટા શહેર એવા તેલ અવીવ પાસે એક પૂરપાટ વેગે જતી ટ્રક બસ સ્ટોપને અથડાઈ હતી. આ દરમ્યાન બસ સ્ટોપ પર ઊભા રહેલા 35 લોકો ટ્રકની ઝપટે આવી જતા ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, હાલ છ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
બસ સ્ટોપ ઘટનાસ્થળે હાજર લોકોએ ટ્રકથી કરાયેલા હુમલા અંગે જાણકારી આપી હતી. આ ટ્રકે મોસાદના હેડ કવાર્ટર પાસે ઘણા લોકોને કચડી દીધા હતા. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, ટ્રકચાલકને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઘટનાની માહિતી આપતા ઈઝરાયલ પોલીસે તેને હુમલો ગણાવ્યો અને કહ્યું કે હુમલાખોર આરબ નાગરિક છે. પોલીસે જણાવ્યું કે, આ અથડામણ ઈઝરાયલની મોસાદ ગુપ્તચર સંસ્થાના હેડક્વાર્ટર પાસે થઈ હતી. એક અઠવાડિયાના વેકેશન પછી ઈઝરાયલીઓ કામ પર પાછા ફરતા હતા ત્યારે તેલ અવીવના ઉત્તરપૂર્વમાં, રામત હાશરોન શહેરમાં એક બસ સ્ટોપ પર ટ્રક અથડાઈ હતી. આ ટક્કર દરમિયાન કેટલાક લોકો વાહનોની નીચે ફસાઈ ગયા હતા. મોસાદ હેડક્વાર્ટર અને લશ્કરી થાણાની નજીક હોવા ઉપરાંત, બસ સ્ટોપ સેન્ટ્રલ હાઈવે જંકશનની નજીક પણ છે.
Related Articles
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂ...
Jul 19, 2025
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકી...
Jul 19, 2025
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની...
Jul 19, 2025
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડ...
Jul 19, 2025
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અક...
Jul 19, 2025
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એ...
Jul 19, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025