ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ
December 24, 2024
અમદાવાદ : : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં જ રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ યુએઈમાં જ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રુપ-Aમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યા છે.
ગ્રૂપ-A - પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રૂપ-B - દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ
ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ન્યૂઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
22 ફેબ્રુઆરી - ઑસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
1 માર્ચ - દક્ષિણ આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
2 માર્ચ – ન્યૂઝીલેન્ડ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
ક્યાં રમાશે ટુર્નામેન્ટની સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ
4 માર્ચ - સેમિ ફાઇનલ-1, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
5 માર્ચ - સેમિ ફાઇનલ-2, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
9 માર્ચ - ફાઈનલ - ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
Related Articles
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14...
Oct 12, 2026
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ...
Oct 12, 2026
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026