દિલ્હી NCRની આબોહવા બગડી, તંત્રએ GRAP-1 હેઠળ પ્રતિબંધો લાગુ કર્યા

May 17, 2025

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. આ કારણે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ દિલ્હી-NCRમાં કડક વલણ અપનાવ્યું છે અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના પ્રથમ તબક્કા એટલે કે સ્ટેજ-1ને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો આદેશ જારી કર્યો છે.બુધવારે રાત્રે ધૂળના તોફાનને કારણે હવાની ગુણવત્તા વધુ બગડી ગઈ હતી.જે શુક્રવાર સાંજ સુધી પણ સામાન્ય થઈ શકી ન હતી.

આ વાતને ધ્યાનમાં રાખીને, પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ ન થાય અને તેને સમયસર અટકાવી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.GRAP-1 ના અમલીકરણ પહેલાં IMDએ દિલ્હીમાં ધૂળના તોફાન અંગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું.શુક્રવારે તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જેના કારણે રાજધાનીમાં ભારે ગરમીનો અનુભવ થયો હતો. જોકે, દિવસના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેનાથી લોકોને થોડી રાહત મળી હતી.

GRAP-1 શું છે?
GRAP એટલે કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલ તબક્કાવાર વ્યૂહરચના છે.આમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) અનુસાર ઘણા સ્તરો નક્કી કરવામાં આવ્યા છે.જ્યારે AQI 'ખરાબ' શ્રેણીમાં પહોંચે છે ત્યારે GRAP-1 લાગુ કરવામાં આવે છે.આ અંતર્ગત, બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ,ટ્રાફિક નિયંત્રણ,પ્રદૂષિત ઉદ્યોગો પર પ્રતિબંધ અને જાહેર પરિવહનને પ્રોત્સાહન જેવા પગલાં લેવામાં આવે છે.