વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર
July 13, 2025
જામનગર : જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશી બેરા આજે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ વડવાળાથી માનતા ઉતારવા ગયા હતા, જે દરમ્યાન પરત ફરતી વેળાએ વડવાળા ધોરીયાના માર્ગ ઉપર આડું બળદ ગાડું રાખી સરપંચપદ માંથી રાજીનામું આપી દે, તેમ કહી છ થી સાત જેટલા શખ્શો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરાયો હતો.
દરમિયાન રામશી દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વર માંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને જીવલેણ હુમલો કરી દીધો હતો અને રિવોલ્વર લઈને તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જેથી સરપંચ રામશી બેરાને હાથ અને પગમાં ગંભીર ઇજા થવા પામી છે. અને તેઓને સારવાર માટે સૌપ્રથમ જામજોધપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
આ હુમલો કરનાર આરોપીઓ પૈકીના એક આરોપીએ તાજેતરમાં રામશી બેરા સામે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી હોવાનું સામે આવ્યું છે. જે ચૂંટણીના મન દુઃખના કારણે આ હુમલાની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણી યોજાઈ હતી, તે સમયે પણ સરપંચ પદના ઉમેદવાર રામશી બેરા દ્વારા ચૂંટણી દરમિયાન વડવાળા ગ્રામ પંચાયતમાં આવેલા ભડાનેશના બુથને સંવેદનશીલ બુથની યાદીમાં સમાવેશ કરવાની અને સીસીટીવી કેમેરા સહિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ અરજી કરવામાં આવી હતી. આ બનાવને લઈને જામજોધપુર પંથકમાં ભારે હલચલ મચી ગઈ છે.
Related Articles
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026