રશિયાની ખુલ્લેઆમ મદદ કરી રહ્યું છે નોર્થ કોરિયા, યુક્રેનનો મોટો દાવો

July 13, 2025

યુક્રેનના દાવાથી ભયાનક યુદ્ધના સંકેત

રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ, રૉકેટ સહિતના હથિયારોથી હુમલા કરી રહ્યા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે, ત્યારે યુદ્ધ ભયાનક થવાના સંકેત મળી રહ્યા છે. યુક્રેનના ગુપ્તચર વડા કિરિલો બુદાનોવાએ દાવો કર્યો છે કે, ‘ઉત્તર કોરિયાએ રશિયાને 40 ટકા દારુગોળો આપવાની તૈયારી કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઉત્તર કોરિયાએ રશિયાને મોટીપ્રમાણમાં બેલેસ્ટિક મિસાઈલો અને આર્ટિલરી સિસ્ટમ આપી છે.’ 


યુદ્ધની કમઠાણ વચ્ચે એકતરફ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉત્તર કોરિયા જઈ તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી છે, ત્યારે કિરિલોનો આ દાવો ભયાનક યુદ્ધના સંકેત આપી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, જૂન-2024માં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને સૈન્ય સંબંધો મજબૂત કરવા માટે સમજૂતી કરાર કર્યા હતા. આ જ કરાર હેઠળ ઉત્તર કોરિયાએ રશિયાની મદદ કરવા માટે કથિત હજારો સૈનિકો અને લાખો તોપ મોકલ્યા છે. કિમે કોઈપણ શરત વગર યુદ્ધમાં રશિયાને સમર્થન આપવાની કસમ ખાધી છે.


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમ હથિયારો સહિત મહત્ત્વના અનેક હથિયારો આપવાનો આદેશ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘પુતિન લોકો સાથે સારો વ્યવહાર કરી રહ્યા નથી. તેઓ અનેક લોકોને મારી રહ્યા છે. મને પુતિન તરફથી અનેક બકવાસ સાંભળવા મલી છે.