અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો
September 02, 2025
અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક રવિવારે રાત્રે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં ઓછામાં ઓછા 1100 લોકોના મોત થયા અને 3500થી વધુ લોકો ઘાયલ થયા. આ ભૂકંપથી પહાડી વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ નાશ પામ્યા, જેના કારણે ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.
સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાના બે અલગ-અલગ ખૂણામાં પ્રકૃતિએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અ સંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે. જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે, સુડાનમાં ભૂસ્ખલનને કારણે 1 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અફઘાનિસ્તાન અને સુડાનમાં આવેલી આ બે આફતોમાં અત્યાર સુધીમાં કુલ 2100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ અને બેઘર થયા છે. અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જ્યારે સુડાનના દારફુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે એક આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું. આ આફતોએ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કર્યું, પરંતુ જે વિસ્તારો પહેલેથી જ સંકટગ્રસ્ત હતા ત્યાં માનવીય સંકટને વધુ ઊંડું બનાવ્યું છે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026