અમેરિકાના કેલિફોર્નિયામાં ઐતિહાસિક નિર્ણય, દિવાળી તહેવારની સત્તાવાર રાજ્ય રજા જાહેર કરાઈ
September 15, 2025
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો. તાજેતરમાં કેલિફોર્નિયાએ સત્તાવાર રીતે દિવાળીને રાજ્ય રજા તરીકે જાહેર કરી છે. ભારતમાં ધૂમધામથી ઉજવાતો દિવાળી તહેવાર હવે વિદેશમાં પણ લોકપ્રિય બન્યો છે. અમેરિકામાં વસતા ભારતીયોની વસ્તી નોંધપાત્ર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો. અમેરિકામાં એવા કેટલાક સ્થાનો છે જ્યાં ભારતીયોની વસ્તી વધુ છે. અને એટલે જ આ બાબતને ધ્યાનમાં રાખી કેલિફોર્નિયામાં દિવાળી પર્વમાં જાહેર રજાનો નિર્ણય લેવાયો.
આ સાથે જ હવે કેલિફોર્નિયામાં શાળા, કચેરી અને ઓફિસો આ તહેવાર દરમિયાન બંધ રહેશે. કેલિફોર્નિયામાં દિવાળી તહેવારને લઈને લેવામા આવેલ નિર્ણય ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ નિર્ણયથી ભારતીય-અમેરિકન અને દક્ષિણ એશિયન સમુદાયોની સમૃદ્ધ પરંપરાઓનું સન્માન કરવામાં આવ્યું છે. ભારતમાં દિવાળી તહેવાર ફક્ત એક પર્વ નથી પરંતુ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે.
ભગવાન રામના અયોધ્યા આગમનના પ્રતિક તરીકે ભારતમાં ઉજવાતો આ તહેવાર હવે વિદેશોમાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે તે આ નિર્ણય સાબિત કરે છે. આ વર્ષે દિવાળી તહેવાર પહેલા જ કેલિફોર્નિયામાં વસતા ભારતીયોને આ મોટી ભેટ મળી છે. મહત્વનું છે કે કેલિફોર્નિયા રાજ્ય વિધાનસભાએ 'AB 268 બિલ' પસાર કર્યું છે, જે દિવાળીને સત્તાવાર રીતે રાજ્ય રજા તરીકે માન્યતા આપે છે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026