ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં, ઇઝરાયલ વેસ્ટ બેન્ક પર કબજો નહીં કરી શકે
September 26, 2025
વેસ્ટ બેન્ક : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કોઈ પણ ભોગે વેસ્ટ બેન્ક પર કબજો કરવા કે તેને પોતાનામાં ભેળવી દેવાની મંજૂરી નહીં આપે. હાલમાં વેસ્ટ બેન્ક પર ઇઝરાયલનો કબજો છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરવાના છે, પરંતુ તે પહેલા જ ટ્રમ્પે તેમને કડક સંદેશ આપી દીધો છે.
બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના સહયોગી દેશો જેવા કે બ્રિટન અને કેનેડા સહિત અન્ય દેશો પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા સહમત થયા છે. આ ઉપરાંત, ઘણા મુસ્લિમ દેશો ટ્રમ્પ પર એવું દબાણ કરી રહ્યા છે કે તેઓ ઇઝરાયલને ગાઝા પર હુમલો કરવાથી રોકે અને વેસ્ટ બેન્કને હડપ કરવાની તેની મહત્વાકાંક્ષાઓ પર નિયંત્રણ મૂકે. ગુરુવારે વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી, ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'હું ઇઝરાયલને વેસ્ટ બેન્ક પર કબજો કરવા દઈશ નહીં. આવું બિલકુલ નહીં થાય.' વાસ્તવમાં, ઇઝરાયલના અધિકારીઓ થોડા સમયથી વેસ્ટ બેન્કના અમુક ભાગો પર કબજો કરવાના સંભવિત પગલાંની વાત કરી રહ્યા હતા, જેના સંદર્ભમાં પૂછવામાં આવતાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. બંને નેતાઓની મુલાકાત પહેલા ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે, ટ્રમ્પ અને નેતન્યાહૂ સોમવારે મળવાના છે તેવું કહેવાય છે.
ગાઝા પર ઇઝરાયલના હુમલાને કારણે નેતન્યાહૂ પરનું વૈશ્વિક દબાણ વધ્યું છે અને વિશ્વભરના ઘણા દેશો પેલેસ્ટાઈનને રાષ્ટ્રનો દરજ્જો આપવા તૈયાર થયા છે. તાજેતરમાં, અમેરિકાના મુખ્ય સહયોગી દેશો જેમ કે બ્રિટન અને કેનેડાએ પણ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. આ જ સંજોગો વચ્ચે ઇઝરાયલ દ્વારા વેસ્ટ બેન્ક પર કબજો કરવાની સંભાવનાની ચર્ચા સામે આવી છે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026