ભારત-ચીન સાથે ધમકીભરી ભાષા વાપરવી અમેરિકાને ભારે પડશે, રશિયાએ ટ્રમ્પને ચેતવ્યાં
September 19, 2025
રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે અમેરિકાના ટેરિફ અને દબાણની નીતિની આકરી ટીકા કરી છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓને ધમકીઓ અને અલ્ટીમેટમથી ડરાવી શકાતી નથી. એક મીડિયા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે 'ભારત અને ચીન જેવા દેશો દ્વારા રશિયાનું ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરાવવાની અમેરિકાની માંગની વિપરીત અસર થઈ રહી છે.' અમેરિકાની ટેરિફ નીતિઓની ટીકા કરતા રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લાવરોવે કહ્યું કે, 'રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદી અટકાવવાની અમેરિકાની માંગણીઓ ફક્ત દેશોને નવા ઉર્જા બજારો, નવા સંસાધનો શોધવા અને વધુ ચૂકવણી કરવા માટે મજબૂર કરી રહી છે.
' નોંધનીય છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારતની આકરી ટીકા કર્યા બાદ રશિયાના વિદેશમંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે. ભારત અને ચીન અંગે રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે કહ્યું કે અમેરિકાનું વલણ નૈતિક અને રાજકીય રીતે ખોટું છે. ભારત અને ચીન પ્રાચીન સભ્યતાઓ છે. તેમની સાથે કાં તો મને જે ગમે છે તે કરો અથવા હું ટેરિફ લાદીશ એવી ભાષામાં વાત કરવાથી કામ નહીં ચાલે.' અમેરિકાના પ્રતિબંધો વિશે સેર્ગેઈ લાવરોવે કહ્યું કે, રશિયા નવા પ્રતિબંધોથી ચિંતિત નથી. સાચું કહું તો, મને આ નવા પ્રતિબંધોમાં કોઈ સમસ્યા દેખાતી નથી. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન અમને પહેલાથી જ અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો. અમે ત્યારથી અમારા પાઠ શીખ્યા.'
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026