ફિલિપાઈન્સમાં ફાટ્યો જ્વાળામુખી, 87 હજાર લોકોનું કરાયું રેસ્ક્યૂ
December 10, 2024
મધ્ય ફિલિપાઈન્સમાં હાજર કાનલાઓન જ્વાળામુખી 9 ડિસેમ્બર 2024માં ફાટ્યો. જેના કારણે રાખના ગોટેગોટા ત્રણ કિલોમીટર ઉપર સુધી ગયા. ફિલિપાઈન ઈન્સ્ટીટ્યુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (PHIVOLCS) ના અનુસાર આ હજુ વધુ વિસ્ફોટ કરી શકે છે. આગામી થોડા દિવસો સુધી જોખમ અકબંધ છે.
થર્મલ અને એક્સરે કેમેરા મોનિટર્સ અનુસાર ગરમ લાવા અને પથ્થરનું ઘનત્વ ખૂબ વધુ છે. પહાડના શિખરથી ભારે પ્રમાણમાં ગરમ રાખ અને કીચડ નીકળીને આવી રહ્યો છે. આ સેંકડો ફૂટ પ્રતિ સેકન્ડની ગતિથી નીચે આવી રહ્યું છે. ફિલિપાઈન્સના સિવિલ ડિફેન્સ ઓફિસે 87 હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચવાનું કામ શરૂ કરી દીધું છે.
PHIVOLCS અનુસાર આ જ્વાળામુખી હજુ શાંત થયો નથી. ભવિષ્યમાં કોઈ પણ સમય ફાટી શકે છે. આ જ્વાળામુખી દેશના બે ડઝન સક્રિય જ્વાળામુખીઓમાંનો એક છે. આ નેગ્રોસ ઓક્સિડેન્ટલ અને નેગ્રોસ ઓરિએન્ટલ પ્રાંતની વચ્ચે હાજર છે. અગાઉ આ જ્વાળામુખી આ વર્ષે 3 જૂને અને ડિસેમ્બર 2017માં ફાટ્યો હતો.
છેલ્લા વિસ્ફોટ બાદ વિસ્તારમાં ઘણા દિવસો સુધી લોકો પાછા આવ્યા નહોતા. આ રોકાઈ-રોકાઈને ફાટી રહ્યો હતો. ત્યારથી સતત આમાંથી ઝેરીલા ગેસ અને ગરમ રાખ નીકળી રહી હતી. ખાસકરીને 19 ઓક્ટોબર બાદથી. આ પહાડની આસપાસના વિસ્તારોમાં દરરોજ 5થી 26 વખત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે.હાલ આ જ્વાળામુખીના કારણે આસપાસના વિસ્તારોમાં ત્રીજા લેવલનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે એક અઠવાડિયાની અંદર આમાં ફરીથી મોટો વિસ્ફોટ થવાની શંકા છે. આગામી સ્કેલ ચોથા સ્તરનું એલર્ટ હશે. સતત થનારા વિસ્ફોટ અને સૌથી સીરિયસ ટાઈપ હોય છે પાંચમાં સ્તરનું એલર્ટ એટલે કોઈ પણ કલાક કે દિવસમાં તેનો વિસ્ફોટ થઈ શકે છે.
Related Articles
લોસ એન્જલસમાં ફરી આગ ભડકી, 8000 એકરથી વધુ જંગલ ખાક, 31000 લોકોનું સ્થળાંતર
લોસ એન્જલસમાં ફરી આગ ભડકી, 8000 એકરથી વધ...
'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવા સામે 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા
'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ...
Jan 22, 2025
અમેરિકામાં હવે 4 દેશોમાંથી ઈમિગ્રેશન પર રોક, ટ્રમ્પ પ્રમુખ બનતાં યુરોપિયન દેશો પણ ચિંતામાં
અમેરિકામાં હવે 4 દેશોમાંથી ઈમિગ્રેશન પર...
Jan 22, 2025
સંજય રોયને ફાંસી માટે મમતા સરકારની HCમાં અપીલ
સંજય રોયને ફાંસી માટે મમતા સરકારની HCમાં...
Jan 22, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં : 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની ફિરાકમાં
ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં : 1 ફેબ્રુઆર...
Jan 22, 2025
અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર સાથે માર્કો રુબિયોની બેઠક
અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર...
Jan 22, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 23, 2025