ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર પર અમેરિકાનો હવાઈ હુમલો
March 17, 2026
નવી દિલ્હી : ઇરાન સાથેના યુદ્દ વચ્ચે પણ અમેરિકાના ફાઇટર જેટ્સે ચાબહાર બંદરની જોડેના લશ્કરી કેન્દ્ર પર હુમલા કર્યા છે. આ હુમલા ઇરાનના ચાબહાર બહારના ફ્રી ટ્રેડ ઝોન (સીએફઝેડ) પર કરવામાં આવ્યા છે. વોઇસ ઓફ અમેરિકાના એક સમાચાર મુજબ ઇરાનના પહાડોની વચ્ચે બનેલા ચાબહાર બંદરની જોડે મોટા વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે. ભારત માટ આ બંદર એક સમયનું વ્યૂહાત્મક રોકાણ હતું.
ભારતને ચાબહાર બંદરની મદદથી જ મધ્ય એશિયા જવા માટેનો રસ્તો મળે છે. ચાબહાર એવી જગ્યા છે જે ભારતને ઇરાનના રસ્તે અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપ સુધી પહોંચાડે છે. તે ભારતના પ્રાદેશિક ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરને પણ જોડે છે. ંઆ ઝોનમાં ૨૦ વર્ષ માટે છૂટની જોગવાઈ છે.
ભારતે ૨૦૨૧માં ચાબહાર ફ્રી ટ્રેડ ઝોન દ્વારા એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સથી લઈને યુરીયા પ્લાન્ટ બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તે જ વખતે ભારત અને ઇરાન વચ્ચે એક સ્ટ્રેટેજિક પોર્ટને ચલાવવાનો કરાર પણ થયો હતો. આ પોર્ટ અફઘાનિસ્તાનના લોકોને માનવીય મદદ પૂરી પાડવા મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
ઇરાને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની જોડેની ફ્યુઅલ ટેન્ક પર હુમલો કર્યો હતો. તેના કારણે ત્યાં મોટાપાયા પર આગ ફાટી નીકળી છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટુ અને સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. તેને આ હુમલાના લીધે વિશ્વનું અત્યંત વ્યસ્ત એરપોર્ટ બંધ કરી દેવું પડયું છે. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026