અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં

May 07, 2025

ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી દીધી છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, આનો જવાબ આપીશું. બીજી તરફ અમેરિકાના વ્હાઈટ હાઉસના અધિકારી સુત્રોએ દાવો કર્યો છે કે, અમેરિકાના એનએસએ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે, ભારતની એર સ્ટ્રાઈક વિરૂદ્ધ કોઈપણ એક્શન લેવા માટે પાકિસ્તાને ના વિચારવું જોઈએ. ભારત સાથે જંગની હિંમત ના કરે પાકિસ્તાન. તેમણે વધુમાં કહ્યુ હતુંકે, ભારતને આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર હતો. હવે ભારત તરફથી કરવામાં આવેલા આ એટેકના જવાબમાં પાકિસ્તાન કોઈ હુમલો કરવાનો પ્લાન ના બનાવે.