દહીં તિખારી

September 20, 2022

સામગ્રી

  • 1 કપ દહીં
  • 6 કળી લસણ
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ધાણાજીરું
  • કોથમીર
  • હીંગ

બનાવવાની રીત
સૌથી પહેલાં લસણની ચટણી તૈયાર કરવી. તેના માટે ખાયણીમાં 6 કળી લસણની કળી અને 1 ચમચી લાલ મરચું લઈને ખાંડી લેવું. હવે એક પેનમાં 2 ચમચી તેલ એડ કરો. ગેસ મીડિયમ રાખો. તેમાં ચપટી હીંગ નાખો અને પછી તેમાં વાટેલી લસણની ચટણી તેલમાં એડ કરી લો. પછી તેને સારી રીતે સાંતળી લો. હવે આ સમયે મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેલમાં મસાલો સાંતળી લો. હવે આ સમયે 1 કપ જાડું અને મોડું દહીં એડ કરો. દહીંમાં પાણી ન હોવું જોઈએ. હવે ફટાફટ મસાલામાં દહીંને ચલાવો. બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરો.