તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
August 03, 2026
પંજાબમાં રહેતી ભારતની 17 વર્ષીય બેડમિન્ટન ખેલાડી તન્વી શર્માએ રવિવારે તાઇપેઇ સિટીમાં તાઇપેઇ ઓપન સુપર-300 ટૂર્નામેન્ટમાં સિંગલ્સનું ટાઇટલ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. તેણે ફાઇનલમાં વિયેતનામની થુય લિન્હ ઍન્ગૂયેનને 21-16, 21-16થી હરાવી હતી. 17 વર્ષ અને 222 દિવસની ઉંમર સાથે તે આ ટૂર્નામેન્ટમાં મહિલાઓની સૌથી નાની વયની ચેમ્પિયન બની છે અને બેડમિન્ટન લેજન્ડ તાઇ ત્ઝુ યિન્ગનો વર્ષો જૂનો વિક્રમ તોડી નાખ્યો હતો.
તન્વીએ ભારતની ઓલિમ્પિક વિજેતા પી. વી. સિંધુના ભૂતપૂર્વ મેન્ટર પાર્ક તાઇ-સેન્ગ પાસે તાલીમ લીધી હતી. આ તેનું પ્રથમ બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ટાઇટલ છે. તેણે વિશ્વમાં 21મા ક્રમની ઍન્ગૂયેનને માત્ર 36 મિનિટમાં હરાવી દીધી હતી. આ સાથે તેણે ભારતની સ્ટાર ખેલાડી સાઇના નેહવાલની 18 વર્ષ પહેલાંની સિદ્ધિની બરાબરી કરી હતી, સાઇનાએ 2008માં આ ટ્રોફી જીતી હતી.
તન્વી શર્મા ગયા વર્ષે બેડમિન્ટનની યુએસ ઓપન સુપર-300 ટૂર્નામેન્ટમાં રનર-અપ રહી હતી. તાઇપેઇમાં જીત્યા બાદ તેણે કહ્યું હતું કે તેને ટાઇટલ જીતવાની અપેક્ષા નહોતી, પણ તેણે બેસ્ટ પરફોર્મ કરવાનું નક્કી કર્યું હતું. તેણે એક પછી એક મેચ પર ધ્યાન આપ્યું હતું અને એ રીતે ફાઇનલમાં પહોંચીને ટાઇટલ પણ જીતી લીધું હતું.
Related Articles
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ: ઈન્સ્ટા પર ભાવુક પોસ્ટ કરી જણાવ્યું કારણ
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન...
Sep 01, 2026
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મે...
Aug 25, 2026
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ પણ ટોપ 5ની લિસ્ટમાં સામેલ
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્...
Aug 22, 2026
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર વાપસી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતનો કૂદકો
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર...
Aug 19, 2026
Trending NEWS
12 September, 2026
11 September, 2026
11 September, 2026
11 September, 2026
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026