265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ
June 13, 2025

અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 200થી વધુના મોત થયાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક તરફ DNA સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ મૃતદેહો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. એવામાં અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઇએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે, કે 'અત્યાર સુધીમાં 265 મૃતદેહો હોસ્પિટલ લવાયા છે.'
આજે કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ હવે શુક્રવારે (13 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર તેઓ સવારે 8 વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળ તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત બાત જણાવ્યું છે, કે 'ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. વિમાનમાં કુલ દેશ-વિદેશના 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી એક મુસાફર જીવિત બચ્યા હોવાના સમાચાર મળ્યા. મૃત્યુના આંકડા DNA પરીક્ષણ બાદ સત્તાવાર રીતે જાહેર કરાશે. દુર્ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના તમામ વિભાગોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ ગરમી અને વિમાનમાં સવા લાખ લીટર ઈંધણ હોવાથી બચવાનો મોકો ન મળ્યો. DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થશે.'
ગુરુવારે સાંજ સુધીમાં 204 જેટલા મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ પણ ઘટનાસ્થળ પર કાર્યવાહી ચાલી રહી છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે એક એક કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે તથા B J મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે.
Related Articles
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના દીકરાની જાહેરાત
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિ...
Jul 01, 2025
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં? ચૂંટણી પંચ રદ કરી શકે છે રજિસ્ટ્રેશન
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત...
Jul 01, 2025
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્ય...
Jul 01, 2025
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુખ ન બનાવાતા નારાજ
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્...
Jun 30, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે...’
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સ...
Jun 30, 2025
એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે
એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબ...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025