Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

કોલકાતા દુષ્કર્મ કેસમાં હુમલા માટે વપરાયેલી હોકી સ્ટીક ઉપરાંત પોલીસે મહત્ત્વના પુરાવા એકઠાં કર્યા

June 30, 2025

આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ-હત્યા કેસના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં કોલકાતા ફરી એકવાર વધુ એક ભયાનક ઘટનાથી હચમચી ઉઠ્યું છે. દક્ષિણ કોલકાતા લો કોલેજ કેમ્પસમાં 24 વર્ષીય વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ થયુ હતું. આ કેસમાં મનોજિત મિશ્રા, પ્રોમિત મુખર્જી અને જૈદ અહેમદની ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે મનોજિતે પર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું, જ્યારે અન્ય બે લોકોએ વીડિયો બનાવ્યા હતા જેથી વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી શકે. મનોજિત તૃણમૂલની યુવા વિંગનો સભ્ય છે. જોકે, પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેને સૌથી કડક સજા મળશે. પોલીસે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરી છે. મનોજિત પર પીડિતાના માથા પર હોકી સ્ટીકથી હુમલો કરવાનો આરોપ છે. પોલીસે તે હોકી સ્ટીકને પુરાવા તરીકે સાચવી રાખી છે. તેમજ મનોજિત મિશ્રાએ લાલ કુર્તો, આછા ભૂરા રંગનો છ ખિસ્સાવાળું પેન્ટ અને કાળું શોર્ટ્સ પહેર્યો હોવાનું કહેવાય છે. પોલીસે આ કપડાં પણ જપ્ત કર્યા છે. પોલીસનું કહેવું છે કે આ કપડાં ગુના સમયે પહેરવામાં આવ્યા હતા. તેમજ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે તેમણે ત્રણેય આરોપીઓના ડીએનએ સેમ્પલ પણ લઈ લીધા છે. પોલીસને ગાર્ડ રૂમના ફ્લોર પર વાળ પણ મળ્યા. પીડિતાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, 'હું ત્યાં લાશની જેમ પડી રહી હતી.' પોલીસનું કહેવું છે કે, 'સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પીડિતા કોલેજના મુખ્ય દરવાજા તરફ દોડી ગઈ હતી પરંતુ તેને બળજબરીથી ગાર્ડ રૂમમાં પાછો ખેંચી લાવવામાં આવી હતી. આથી એવું કહી શકાય કે પીડિતાએ પોતાને બચાવવાની પૂરી કોશિશ કરી હતી અને અંતે હારી ગઈ હતી.'  આ કેસમાં મનોજિત મિશ્રાનો મોબાઇલ ફોન સૌથી મહત્ત્વપૂર્ણ પુરાવો છે. પોલીસનું માનવું છે કે સહ-આરોપી જૈબ અહેમદ અને પ્રોમિત મુખર્જીએ મનોજિત મિશ્રાના કહેવા પર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. બંને આરોપીઓ કાયદાના વિદ્યાર્થીઓ છે. વીડિયો બનાવતી વખતે, તેઓએ ખાતરી કરી હતી કે પીડિતાનો ચહેરો સ્પષ્ટ દેખાય. આ વીડિયો તપાસ માટે કોલકાતાના સોલ્ટ લેક સ્થિત સાઈબર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.