ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુખ ન બનાવાતા નારાજ
June 30, 2025
વિવાદાસ્પદ નિવેદનો માટે પ્રચલિત તેલંગાણાના ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહ ઉર્ફ ટાઈગર રાજાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. રાજ્યમાં પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં ન આવતાં ટી રાજા સિંહે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે રાજીનામાંનો પત્ર સોશિયલ મીડિયા પર શેર કરતાં કેપ્શન લખી હતી કે, મૌનને સહમતિ સમજવી નહીં. હું માત્ર મારા માટે નહીં. પરંતુ એવા અસંખ્ય કાર્યકરો અને મતદારો વિશે બોલી રહ્યો છું, જેઓ અમારા પર વિશ્વાસ ધરાવે છે. તેઓ અમારી સાથે ઉભા હતાં અને આજે નિરાશ થયા છે.
ગોશામહલના ધારાસભ્યે ભાજપના હાઈકમાન્ડને થોડા દિવસ પહેલાં જ એક વીડિયો મેસેજ મારફત પ્રદેશ પ્રમુખ બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પક્ષના અનેક કાર્યકરો મને ફોન કરીને પ્રદેશ પ્રમુખ પદ સંભાળવા અપીલ કરી રહ્યા છે. તેથી હું પક્ષના હાઈકમાન્ડને અરજ કરી રહ્યો છું કે, તેઓ મને આ પદ સોંપે. હું પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષની અંદર એક સમર્પિત ગોરક્ષા વિંગની સ્થાપના કરીશ. ગોરક્ષા માટે કામ કરતાં કાર્યકારોની ઢાલ બનીશ. ભાજપનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડીશ. પક્ષની ઓળખ એક હિન્દુત્વ સંગઠનના રૂપે સ્થાપિત કરવા પર પણ ભાર મૂકીશ.
Related Articles
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ...
Sep 06, 2026
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ મુખ્યમંત્રી વચ્ચે વધ્યું ટેન્શન! ભાજપ માટે ચિંતાનો વિષય
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ...
Sep 06, 2026
Trending NEWS
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
03 September, 2026