નેપાળમાં પોખરાથી કાઠમંડૂ જતી બસ ત્રિશુલી નદીમાં ખાબકી, 18 લોકોના મોત
February 23, 2026
પોખરાથી કાઠમંડૂ આવી રહેલી એક મુસાફર બસ ત્રિશુલી નદીમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં 6 મહિલાઓ અને 12 પુરુષો સામેલ છે.આ દુર્ઘટનામાં કુલ 26 લોકોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં વિદેશી પ્રવાસીઓ પણ સામેલ હતા. મૃતકો અને ઘાયલોમાં એક ન્યુઝીલેન્ડના નાગરિકનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળેથી તમામ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાકની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે મોટાભાગના ઘાયલોને વધુ સારવાર માટે કાઠમંડૂ રિફર કરવામાં આવ્યા છે.
બસ રાત્રે લગભગ 1 વાગ્યે પૃથ્વી રાજમાર્ગ પરથી પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી. બસ ધાદિંગના બેનીઘાટ રોરાંગ વિસ્તારમાં ત્રિશુલી નદીના કિનારે ખાબકી ગઈ. બસ રસ્તાથી અંદાજે 300 મીટર નીચે પટકાઈને ભારે નુકસાન પામેલી હાલતમાં મળી.
બસમાં કુલ 44 મુસાફરો સવાર હતા. મૃતકોમાં એક પુરુષ અને એક મહિલા વિદેશી નાગરિક પણ સામેલ છે, બંને ન્યૂઝીલેન્ડના હોવાનું જણાવાયું છે. પોલીસ મુજબ અકસ્માત સમયે બસમાં કુલ 44 લોકો હતા. ઘાયલ 26 મુસાફરોને બચાવી વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
Related Articles
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક...
Jun 29, 2026
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારે કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્...
Jun 29, 2026
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું!
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મો...
Jun 28, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026