ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું!
June 28, 2026
યુરોપમાં ચાલી રહેલી ભીષણ ગરમીને કારણે ફ્રાન્સમાં 1,000થી વધુ લોકોના મોત નોંધાયા છે. આરોગ્ય સંસ્થાઓના મતે આ આંકડો વધારે હોવાની પણ શક્યતાઓ છે. મૃત્યુઆંકની પ્રાથમિક ગણતરીની વિગતો આપતા, સેન્ટી પબ્લિકે જણાવ્યું હતું કે, 'મોટાભાગના મૃત્યુ વૃદ્ધોના થયા છે. રહેણાંક સંભાળ કેન્દ્રો અને ઘરોમાં થયેલા મોત વિશે વધુ માહિતી ઉપલબ્ધ થતાં મૃત્યુદરમાં હજુ વધારો થવાની પણ આશંકા છે. આ ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, વીજ ઉત્પાદનને ખોરવી નાખ્યું છે, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું છે.' વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, 20 જૂનથી શરૂ થયેલો આ હીટવેવ યુરોપમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ હીટવેવ છે, જ્યાં વૈશ્વિક સરેરાશ કરતા વધુ ઝડપે આબોહવા બદલાઈ રહી છે.
આ હીટવેવ હવે પૂર્વ તરફ આગળ વધી રહ્યો છે. જો કે ફ્રાન્સની હવામાન એજન્સીએ જણાવ્યું છે કે, દેશના મોટાભાગના ભાગોમાં અતિશય ગરમીમાં ઘટાડો થયો છે, પરંતુ ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારો હજુ પણ હીટવેવની એડવાઇઝરી હેઠળ છે. આરોગ્ય પ્રધાન સ્ટેફની રિસ્ટાએ 'લા ટ્રિબ્યુન' અખબારને જણાવ્યું હતું કે, 'હવામાન સામાન્ય થયા પછી પણ, આગામી 10 દિવસ સુધી હીટવેવની અસર જોવા મળી શકે છે. ગરમીનું આ પ્રકરણ હજી પૂરું થયું નથી.' સેન્ટી પબ્લિકે કહ્યું કે, મોટાભાગના મૃત્યુ 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોના થયા છે, જો કે અતિશય ગરમીની આરોગ્ય પરની અસરો તમામ કેટેગરીના લોકો પર જોવા મળી છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026