પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ
June 28, 2026
સોનમ વાંગચુક અને અભિજીત દીપકેએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
દિલ્હી : લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે રવિવારે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી છે. NEET પેપર લીક અને CBSE પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં આ દેખાવો યોજાઈ રહ્યા છે. દિલ્હીના જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા છેલ્લા 9 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનકારીઓ 20 જૂનથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. સોનમ વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરતાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જંતર-મંતર પર એકઠા થવા લાગ્યા છે. અનશનની શરૂઆત કરતા પહેલા સોનમ વાંગચુક અને અભિજીત દીપકેએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ જંતર-મંતર ખાતે બે મિનિટનું મૌન પાળીને આ વિરોધ પ્રદર્શનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. ભૂખ હડતાળ દરમિયાન સોનમ વાંગચુકે જણાવ્યું કે, શિક્ષણ છેલ્લા 40 વર્ષથી તેમના જીવનનો સૌથી મહત્વનો વિષય રહ્યો છે.
જ્યારે દેશના યુવાનો અત્યારની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમનો સાથ આપવો એ મારી ફરજ છે. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી આપવાનો નથી, પરંતુ બાળકોનું ભવિષ્ય સુધારવાનો છે. જ્યારે વ્યવસ્થામાં કોઈ જવાબદારી ન નક્કી થાય ત્યારે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ જ એકમાત્ર રસ્તો બચે છે. આ આંદોલનને મજબૂત કરવા માટે ઘણા ખેડૂત નેતાઓ અને સંગઠનો પણ મેદાને આવ્યા છે. આ ઉપરાંત, જયપુરની એક શાળામાં વિદ્યાર્થીનીના મોતના મામલે ન્યાયની માગ કરી રહેલા પરિવારજનો પણ આ પ્રદર્શનમાં જોડાયા છે. સરકાર પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવે તે માટે આ લડત લડવામાં આવી રહી છે.
Related Articles
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જાહેરાત
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર...
Jul 26, 2026
‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું કરશે CJP? આશુતોષ રાંકાએ બતાવ્યો પ્લાન
‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશંસા… જાણો નવા શિક્ષણ મંત્રીએ શું કહ્યું
ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશ...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મં...
Jul 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું, વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી કેન્દ્ર સરકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી...
Jul 25, 2026
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બાદ અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ, શ્રદ્ધાળુઓમાં ખુશી
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બ...
Jul 25, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026