બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પકડાયો
February 22, 2026
દમણ : ડાભેલ વિસ્તારમાંથી બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિતને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધમાં બિહારમાં હત્યા સહિત ત્રણ ગંભીર ગુના નોંધાયેલા છે. સમગ્ર મામલે બિહાર પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે આરોપીનો કબજોને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દમણ પોલીસને બિહાર પોલીસે નક્સલવાદી જૂથ સાથે સંકળાયેલો અને હત્યા સહિતના ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપી મનોજ મંગરુ હાંસદા દમણના ડાભેલ વિસ્તારમાં હોવાની જાણકારી આપી હતી. આ પછી દમણની સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી કુખ્યાત ગુનેગારને પકડવા સઘન શોધખોળ આદરી હતી. જેમાં પોલીસની ટીમે શોધખોળ દરમિયાન આરોપી મનોજ હાંસદા (ઉં.વ.31)ને પકડી પાડયો હતો.
દમણ પોલીસે બિહાર પોલીસને આરોપીના ફોટા વોટ્સએપ પર મોકલ્યા બાદ આરોપીની પુષ્ટિ કરાઈ હતી. બિહાર પોલીસની ટીમ દમણ પહોંચ્યા બાદ આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે આરોપી મનોજ હાંસદાનો કબજો લીધો હતો.
Related Articles
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026