દિલ્હીમાં ઈ-રીક્ષા ચાર્જ કરતી વખતે ભીષણ આગ, મકાન સળગ્યું, 4 લોકોના મોત
November 29, 2026
ઈ-રિક્શાના ચાર્જિંગ પોઇન્ટમાંથી આગ લાગી હોવાની આશંકા
દિલ્હી : દિલ્હીના વિશ્વાસનગર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. શાહદરાના CBD વિસ્તારમાં ગલી નંબર-11માં આવેલા મકાનમાં સવારે લગભગ 4:15 વાગ્યે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 2 લોકો દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બંને ઘાયલોની હાલત હાલ સ્થિર હોવાનું જણાવાયું છે.
શાહદરાના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) રાજેન્દ્ર પ્રસાદ મીણાએ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આગ લાગવાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મકાનમાં આગ લાગવાથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક તપાસ મુજબ, મકાનના બેઝમેન્ટમાં આગ લાગી હતી. ત્યાં અનેક ઈ-રિક્શા પાર્ક કરેલા હતા. ઈ-રિક્શાના ચાર્જિંગ પોઇન્ટમાંથી સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ ઝડપથી ફેલાઈ હતી અને મકાનમાં રહેતા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનામાં મકાનના મેઝેનાઇન ફ્લોર પરથી કુલ 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી 4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 લોકો લગભગ 10 ટકા દાઝી ગયા હતા. બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મકાનમાં આગ લાગી હતી તેમાં ગ્રાઉન્ડ ફ્લોર, મેઝેનાઇન ફ્લોર અને અન્ય ત્રણ ફ્લોર હતા. DCP રાજેન્દ્ર પ્રસાદ મીણાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આગ ઈ-રિક્શાના ચાર્જિંગ પોઇન્ટમાંથી શરૂ થઈ હોવાનું જણાય છે. મકાનના પ્રથમ માળે સૂઈ રહેલા લોકો આગની ઝપેટમાં આવ્યા હતા. પોલીસ અને સંબંધિત ટીમો દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
સીમાંકન અને મહિલા અનામત બિલ, સરકારનો 371 સાંસદોના સમર્થનનો દાવો
સીમાંકન અને મહિલા અનામત બિલ, સરકારનો 371...
Nov 29, 2026
પટનામાં ઇન્ફ્લુએન્સરના કાર્યક્રમને મંજૂરી ન મળતા ભાજપ કાર્યાલય પર પથ્થરમારો
પટનામાં ઇન્ફ્લુએન્સરના કાર્યક્રમને મંજૂર...
Nov 29, 2026
'મોટું તોફાન આવી રહ્યું છે, જે સરકારને ડૂબાડી દેશે...', CJP નેતા સૌરવ દાસ
'મોટું તોફાન આવી રહ્યું છે, જે સરકારને ડ...
Nov 29, 2026
સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે: લોકસભા-વિધાનસભા બેઠકો 50 ટકા વધશે, લોકસભામાં 850 સભ્યો થશે
સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે...
Nov 28, 2026
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રા...
Nov 25, 2026
Trending NEWS
28 November, 2026
28 November, 2026
28 November, 2026
27 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026