સીમાંકન અને મહિલા અનામત બિલ, સરકારનો 371 સાંસદોના સમર્થનનો દાવો
November 29, 2026
દિલ્હી : સંસદના 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી યોજાઈ રહેલા વિશેષ સત્ર પહેલા સીમાંકન અને મહિલા અનામત બિલને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બંધારણીય સુધારા બિલ પસાર કરાવવા માટે કેન્દ્ર સરકાર પાસે 371 લોકસભા સાંસદોનું સમર્થન છે. લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં 50% વધારો: આ બિલ હેઠળ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની બેઠકોમાં 50% વધારો કરવાનો પ્રસ્તાવ છે. લોકસભાની મહત્તમ મર્યાદા 550 થી વધારીને 850 (રાજ્યોમાંથી 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35) તથા રાજ્યોની વિધાનસભાઓની મહત્તમ મર્યાદા 500 થી વધારીને 650 કરવાની જોગવાઈ છે. SC-ST બેઠકો અને મહિલા અનામત: સીમાંકન બાદ SC અને ST ની અનામત બેઠકોમાં 50% વધારો થશે. આ સાથે અનામત બેઠકો સહિત કુલ બેઠકોમાં 33% મહિલા અનામત લાગુ કરવાની યોજના છે.
2051 સુધી બેઠકોનો હિસ્સો સ્થિર રહેશે: એટલે કે વર્ષ 2051 (અથવા 2051 પછીની પહેલી વસ્તી ગણતરી) સુધી રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણીનો વર્તમાન હિસ્સો બદલાશે નહીં. 1971ની વસ્તી ગણતરીના આધારે જે રાજ્યોનો બેઠકોમાં હાલનો હિસ્સો છે, તે જળવાઈ રહેશે. જેથી વધુ વસ્તી વધારાને કારણે કોઈ રાજ્યની બેઠકો ઘટી ન જાય અને દક્ષિણના રાજ્યોની ચિંતા દૂર થાય. વધી રહેલી બેઠકોની અંદરની સીમાઓ નક્કી કરવા 2011ની વસ્તી ગણતરીનો આધાર લેવાની વાત છે. સીમાંકન પંચની રચના: સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત જસ્ટિસ આ પંચના અધ્યક્ષ રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર (અથવા તેમના દ્વારા નામાંકિત કમિશનર), સંબંધિત રાજ્યના ચૂંટણી કમિશનર તેમજ લોકસભાના 5 સાંસદો અને 5 ધારાસભ્યો સહયોગી સભ્ય તરીકે જોડાશે.
DMK અને NCP (શરદ પવાર જૂથ) ના સમર્થનના સંકેતો બાદ વિપક્ષમાં દોડધામ મચી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી નેતાઓ બે ફ્લાઈટમાં ચેન્નઈ પહોંચી ગયા છે, જ્યાં સ્ટાલિનના ઘર બહાર 'ગો બેક કોંગ્રેસ'ના પોસ્ટરો જોવા મળતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. બીજી તરફ, આ બિલને લઈને સ્ટાલિને તમિલનાડુના હિત સાથે સમાધાન નહીં કરવાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ ઉપરાંત વિપક્ષી પ્રતિનિધિમંડળ આજે રાતે શરદ પવાર સહિતના નેતાઓ સાથે પણ બેઠક યોજવા જઈ રહ્યું છે.
Related Articles
પટનામાં ઇન્ફ્લુએન્સરના કાર્યક્રમને મંજૂરી ન મળતા ભાજપ કાર્યાલય પર પથ્થરમારો
પટનામાં ઇન્ફ્લુએન્સરના કાર્યક્રમને મંજૂર...
Nov 29, 2026
'મોટું તોફાન આવી રહ્યું છે, જે સરકારને ડૂબાડી દેશે...', CJP નેતા સૌરવ દાસ
'મોટું તોફાન આવી રહ્યું છે, જે સરકારને ડ...
Nov 29, 2026
દિલ્હીમાં ઈ-રીક્ષા ચાર્જ કરતી વખતે ભીષણ આગ, મકાન સળગ્યું, 4 લોકોના મોત
દિલ્હીમાં ઈ-રીક્ષા ચાર્જ કરતી વખતે ભીષણ...
Nov 29, 2026
સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે: લોકસભા-વિધાનસભા બેઠકો 50 ટકા વધશે, લોકસભામાં 850 સભ્યો થશે
સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે...
Nov 28, 2026
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રા...
Nov 25, 2026
Trending NEWS
28 November, 2026
28 November, 2026
28 November, 2026
27 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026