પટનામાં ઇન્ફ્લુએન્સરના કાર્યક્રમને મંજૂરી ન મળતા ભાજપ કાર્યાલય પર પથ્થરમારો
November 29, 2026
ભીડની આશંકાને પગલે પોલીસે કાર્યક્રમની મંજૂરી ન આપી
પટના - બિહારની રાજધાની પટનામાં રવિવારે ભારે બબાલ થઈ છે. વીરચંદ પટેલ માર્ગ પર ઇન્ફ્લુએન્સરના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો છે. આ દરમિયાન ભાજપ કાર્યાલય પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ યુવાનો એક ઇન્ફ્લુએન્સરને સાંભળવા માટે પહોંચ્યા હતા. તેનો કાર્યક્રમ પટનાના મિલર સ્કૂલ ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
મિલર સ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો પહોંચે તેવી આશંકા હતી. ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યક્રમની મંજૂરી આપી ન હતી. ત્યારબાદ ઇન્ફ્લુએન્સરના સમર્થકો નારાજ થઈ ગયા હતા. તેઓ વિરોધ કરવા લાગ્યા અને જોતજોતામાં હોબાળો શરૂ થઈ ગયો હતો.
હોબાળો વધ્યા બાદ વીરચંદ પટેલ પથ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ભાજપ કાર્યાલયને નિશાન બનાવી પથ્થરમારો કરવામાં આવ્યો. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ ઘટનામાં કેટલા લોકો સામેલ હતા અને કોઈને ઈજા થઈ છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
Related Articles
સીમાંકન અને મહિલા અનામત બિલ, સરકારનો 371 સાંસદોના સમર્થનનો દાવો
સીમાંકન અને મહિલા અનામત બિલ, સરકારનો 371...
Nov 29, 2026
'મોટું તોફાન આવી રહ્યું છે, જે સરકારને ડૂબાડી દેશે...', CJP નેતા સૌરવ દાસ
'મોટું તોફાન આવી રહ્યું છે, જે સરકારને ડ...
Nov 29, 2026
દિલ્હીમાં ઈ-રીક્ષા ચાર્જ કરતી વખતે ભીષણ આગ, મકાન સળગ્યું, 4 લોકોના મોત
દિલ્હીમાં ઈ-રીક્ષા ચાર્જ કરતી વખતે ભીષણ...
Nov 29, 2026
સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે: લોકસભા-વિધાનસભા બેઠકો 50 ટકા વધશે, લોકસભામાં 850 સભ્યો થશે
સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે...
Nov 28, 2026
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રા...
Nov 25, 2026
Trending NEWS
28 November, 2026
28 November, 2026
28 November, 2026
27 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026