'મોટું તોફાન આવી રહ્યું છે, જે સરકારને ડૂબાડી દેશે...', CJP નેતા સૌરવ દાસ
November 29, 2026
દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે આંદોલન ચલાવનારી કોકરોચ જનતા પાર્ટી ફરી સક્રિય થવાની તૈયારીમાં છે? છેલ્લા કેટલાક સમયથી પાર્ટીનું આંદોલન શાંત પડ્યું છે ત્યારે તેના સહ-સંયોજક સૌરભ દાસે ટૂંક સમયમાં મોટું આંદોલન શરૂ કરવાનો સંકેત આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં ટૂંક સમયમાં તોફાન આવવાનું છે, જે સરકારને સત્તા પરથી હટાવી દેશે. આ તોફાન મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર આધારિત હશે.
એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌરભ દાસને પૂછવામાં આવ્યું હતું કે જ્ઞાનેશ કુમાર સામે CJPનું આંદોલન કેમ શાંત પડી ગયું છે? સોશિયલ મીડિયા પર પણ લોકો પાર્ટીના આંદોલન ઠંડા પડી ગયાની ચર્ચા કરી રહ્યા છે. આ સવાલના જવાબમાં સૌરભ દાસે કહ્યું હતું કે તેમને એવું લાગતું નથી કે લોકો આંદોલનને શાંત પડી ગયેલું માને છે. લોકો સમજી રહ્યા છે કે સંગઠન ફરી નવી રણનીતિ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું, 'તોફાન આવવાનું છે, ખૂબ જલદી તોફાન આવવાનું છે. સૌએ તેની તૈયારી રાખવી જોઈએ. આ તોફાન ગાંધી-આંબેડકરના સિદ્ધાંતો પર આધારિત હશે. આ જ તોફાન સરકારને ડૂબાડી દેશે.' સૌરભ દાસે સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશની રાજનીતિનું સ્તર કથળી રહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહાત્મા ગાંધી વિશે વાત કરવા માટે વિદેશ જવા માગતા શિક્ષિત યુવાનોને પણ રોકવામાં આવી રહ્યા છે.
CJPએ અગાઉ જાહેર કર્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે. જોકે, ઓક્ટોબરમાં સૌરભ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ બાદ પાર્ટીના પ્રમુખ અભિજિત દીપકેએ સમર્થકોને દિવાળી સુધી ઘરે જઈ પરિવાર સાથે સમય પસાર કરવા જણાવ્યું હતું. દિવાળી બાદ પણ આંદોલન ફરી શરૂ થયું નથી. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેઓ નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે અને સંગઠનના વિસ્તરણ પર કામ કરી રહ્યા છે.
Related Articles
સીમાંકન અને મહિલા અનામત બિલ, સરકારનો 371 સાંસદોના સમર્થનનો દાવો
સીમાંકન અને મહિલા અનામત બિલ, સરકારનો 371...
Nov 29, 2026
પટનામાં ઇન્ફ્લુએન્સરના કાર્યક્રમને મંજૂરી ન મળતા ભાજપ કાર્યાલય પર પથ્થરમારો
પટનામાં ઇન્ફ્લુએન્સરના કાર્યક્રમને મંજૂર...
Nov 29, 2026
દિલ્હીમાં ઈ-રીક્ષા ચાર્જ કરતી વખતે ભીષણ આગ, મકાન સળગ્યું, 4 લોકોના મોત
દિલ્હીમાં ઈ-રીક્ષા ચાર્જ કરતી વખતે ભીષણ...
Nov 29, 2026
સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે: લોકસભા-વિધાનસભા બેઠકો 50 ટકા વધશે, લોકસભામાં 850 સભ્યો થશે
સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે...
Nov 28, 2026
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રા...
Nov 25, 2026
Trending NEWS
28 November, 2026
28 November, 2026
28 November, 2026
27 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026