સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો
February 23, 2026
Silver and Gold MCX Price News : સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) ના તાજા આંકડાઓ મુજબ સોનામાં ₹3,000 થી વધુ અને ચાંદીમાં ₹15,000 થી વધુનો એકઝાટકે વધારો નોંધાયો છે.
MCX ના ડેટા મુજબ, ચાંદીના (Silver 05-Mar-26) ભાવમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,52,944.00 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ તે ₹2,63,061.00 પર ઓપન થઈ હતી. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદીનો ભાવ વધીને ₹2,67,911.00 પર પહોંચી ગયો છે, જે તેના અગાઉના બંધ ભાવથી અંદાજે ₹14,967.00 (+5.92%) જેટલો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીમાં ₹2,68,875.00 સુધીનું હાઈ લેવલ જોવા મળ્યું છે.
સોનાના (Gold 02-Apr-26) ભાવમાં પણ આજે મોટી રિકવરી જોવા મળી છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,56,876.00 હતો, જે આજે ₹1,58,458.00 પર ખુલ્યું હતું. હાલમાં સોનાનો ભાવ વધીને ₹1,60,053.00 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે અગાઉના બંધ ભાવ કરતા ₹3,177.00 (+2.03%) નો ઉછાળો સૂચવે છે. સોનાએ આજે દિવસ દરમિયાન ₹1,60,600.00 ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો છે.
Related Articles
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્...
Sep 28, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનું 3053 અને ચાંદી 6661 રૂપિયા તૂટી
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજ...
Sep 28, 2026
ઓગસ્ટમાં રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઉત્તર પ્રદેશને પાછળ છોડી ગુજરાત પ્રથમ, 2.3 લાખ નવા રોકાણકાર ઉમેરાયા
ઓગસ્ટમાં રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઉત્ત...
Sep 22, 2026
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સોનું ₹1,195 અને ચાંદી ₹6,084 તૂટી
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સો...
Apr 13, 2026
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર, 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર, 24 કલાક...
Jan 06, 2026
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 310.29 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 310.29 પોઇન્ટ...
Nov 12, 2025
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026