ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર, 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું
January 06, 2026
છઠ્ઠી જાન્યુઆરીએ ચાંદીની કિંમતમાં ફરી ભારે તેજી જોવા મળી હતી. આજે ચાંદીના ભાવ ફરી અઢી લાખ રૂપિયાને પાર જતાં રહ્યા છે. ડિસેમ્બર મહિનાથી ચાંદીની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આજે MCX પર ચાંદીની કિંમત ફરી અઢી લાખ રૂપિયાને ઓપયર જતી રહી છે. આજે સવારે 10 વાગ્યે 1 કિલો ચાંદીની કિંમત 2,50,112 રૂપિયા હતી. ચાંદીની કિંમતમાં આશરે 4 હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.
સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. જોકે તે ચાંદી જેટલી નથી. આજે સોનાની કિંમતમાં 380 રૂપિયાનો વધારો નોંધાયો. સવારના સમયે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,500 રૂપિયા થયો હતો. વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં નિષ્ણાતોને આશંકા હતી કે સોનું અને ચાંદી બંનેમાં તેજી આવશે.
નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ માટે સોનું અને ચાંદી પર વધારે ભરોસો કરશે. બીજી તરફ ચીને ચાંદીની નિકાસના નિયમો કડક કર્યા છે. જેના કારણે પણ ચાંદીની કિંમત પર અસર થઈ છે. સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ચાંદીની માંગ સતત વધી રહી છે.
Related Articles
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્...
Sep 28, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનું 3053 અને ચાંદી 6661 રૂપિયા તૂટી
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજ...
Sep 28, 2026
ઓગસ્ટમાં રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઉત્તર પ્રદેશને પાછળ છોડી ગુજરાત પ્રથમ, 2.3 લાખ નવા રોકાણકાર ઉમેરાયા
ઓગસ્ટમાં રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઉત્ત...
Sep 22, 2026
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સોનું ₹1,195 અને ચાંદી ₹6,084 તૂટી
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સો...
Apr 13, 2026
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝા...
Feb 23, 2026
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 310.29 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 310.29 પોઇન્ટ...
Nov 12, 2025
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026