ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનું 3053 અને ચાંદી 6661 રૂપિયા તૂટી
September 28, 2026
વાયદા બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારની નરમાઈ અને વૈશ્વિક આર્થિક પરિબળોની અસરથી MCX ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ડિસેમ્બર વાયદાનું સોનું અગાઉના 153277ના બંધ ભાવ સામે 150399 પર ખુલ્યું હતું અને 150224ના નીચલા સ્તરે પહોંચ્યું હતું. સમાચાર લખાયાં ત્યારે સોનું 150517 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે 1.80 ટકા એટલે કે 2760 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. દિવસ દરમિયાન સોનું 3053 રૂપિયાથી વધુ તૂટ્યું હતું, જોકે બાદમાં સામાન્ય સુધારો થયો હતો.
ચાંદીમાં પણ ભારે ધોવાણ થયું હતું. ડિસેમ્બર વાયદાની ચાંદી 234696ના અગાઉના બંધ ભાવ સામે 232300 પર ખુલી હતી અને કારોબાર દરમિયાન 228035 સુધી ગગડી હતી. હાલમાં ચાંદી 228783 પર ટ્રેડ થઈ રહી હતી, જે 2.52 ટકા એટલે કે 5913 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદી કુલ 6661 રૂપિયા સુધી તૂટી હતી, બાદમાં તેમાં પણ આંશિક સુધારો થયો હતો.
સોના-ચાંદીમાં ઘટાડા પાછળ યુએસ ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં મજબૂતી મુખ્ય કારણ બની છે. આગામી અમેરિકી આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વના વલણ પહેલાં રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે અને પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. કરન્સીની અસ્થિરતા તથા કોમોડિટી બજારમાં ઊંચી વધઘટને કારણે પણ કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.
Related Articles
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્...
Sep 28, 2026
ઓગસ્ટમાં રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઉત્તર પ્રદેશને પાછળ છોડી ગુજરાત પ્રથમ, 2.3 લાખ નવા રોકાણકાર ઉમેરાયા
ઓગસ્ટમાં રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઉત્ત...
Sep 22, 2026
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સોનું ₹1,195 અને ચાંદી ₹6,084 તૂટી
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સો...
Apr 13, 2026
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝા...
Feb 23, 2026
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર, 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર, 24 કલાક...
Jan 06, 2026
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 310.29 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 310.29 પોઇન્ટ...
Nov 12, 2025
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026