પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ દુર્ઘટનામાં 4ના મોત અને 20 ઘાયલ
May 20, 2025

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન ભીષણ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. બલૂચિસ્તાન પાકિસ્તાનથી આઝાદ થવાની ઘોષણા બાદ આજે પ્રાંત બજારમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા અને 20 લોકો ઘાયલ થયા. વિસ્ફોટમાં બજારની અનેક દુકાનોને નુકસાન પંહોચ્યું છે. બોમ્બ વિસ્ફોટને પગલે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ડેપ્યુટી કમિશનર રિયાઝ ખાને બોમ્બ વિસ્ફોટ ઘટનાને લઈને માહિતી આપતા જણાવ્યું કે અધિકારીઓ દ્વારા આ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. બોમ્બ વિસ્ફોટમાં રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે અને મોટા પાયે લોકોને સુરક્ષિત રાખવા સ્થળાંતર કામગીરી શરૂ કરવામાં આવી છે. ઇજાપામનાર લોકોમાં આદિવાસી હાજી ફૈજુલ્લા ખાન ગાબીઝાઈના સુરક્ષા ગાર્ડ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.
ખુઝદાર જિલ્લાના નાલ વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક ગોળીબારમાં ચાર લેવી કર્મચારીઓના મોત થયાના થોડા દિવસો બાદ આ વિસ્ફોટ થયો છે. વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્યું કે બજાર ફ્રન્ટિયર કોર્પ્સ (FC) કિલ્લાની પાછળની દિવાલને અડીને હતું. વિસ્ફોટ પછી અજાણ્યા હુમલાખોરો અને એફસી કર્મચારીઓ વચ્ચે ગોળીબાર થયો.
Related Articles
હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોનાના કેસમાં વધારો, કોવિડ ગાઈડ લાઈન લાગુ
હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોનાના કેસમાં...
May 20, 2025
ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે ટ્રમ્પ સરકારની કાર્યવાહી, વિઝા પર પ્રતિબંધ
ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે ટ્રમ્પ સરકાર...
May 20, 2025
'સંઘર્ષ વચ્ચે ચીને પાકિસ્તાન માટે કરી હતી ભારતની જાસૂસી..' સંરક્ષણ મંત્રાલય સંબંધિત સંસ્થાના રિપોર્ટમાં દાવો
'સંઘર્ષ વચ્ચે ચીને પાકિસ્તાન માટે કરી હત...
May 19, 2025
પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ-ફાયરિંગ, ચારના મોત, 20ને ઈજા, અનેક બિલ્ડિંગોને નુકસાન
પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ-...
May 19, 2025
અમેરિકામાં ટોર્નેડો વાવાઝોડાનો કહેર, 23થી વધુના મોત, ઘાયલોની સંખ્યા વધી
અમેરિકામાં ટોર્નેડો વાવાઝોડાનો કહેર, 23થ...
May 19, 2025
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર થયુ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને...
May 19, 2025
Trending NEWS

19 May, 2025