અમેરિકાએ જાપાન અને સાઉથ કોરિયા પર 25% ટેરિફ લગાવ્યો, 1 ઓગસ્ટથી થશે લાગુ

July 08, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવા ટેરિફ રેટની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આ ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. નવા ટેરિફ દર સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ જેવા ચોક્કસ ક્ષેત્રો પર પહેલાથી લાદવામાં આવેલા ટેરિફ કરતા અલગ હશે. આ સાથે વોશિંગ્ટને ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ત્રીજા દેશો દ્વારા માલ મોકલીને ટેરિફ ટાળવાનો પ્રયાસ કરશે, તો તેના પર ઊંચા દરે દંડ પણ ફટકારવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કોરિયન કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે તો તેમને કોઈ ટેરિફ ચૂકવવાની જરૂર રહેશે નહીં. તેમને આવા રોકાણોને ઝડપથી મંજૂરી આપવાનું પણ વચન આપ્યું હતું. પરંતુ ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો સાઉથ કોરિયા તેના ટેરિફમાં વધારો કરશે, તો અમેરિકા તેમને તે જ રકમમાં વધારો કરશે અને તેને હાલના 25% ટેરિફમાં જોડશે.