'પંચાયત'ની રિંકીએ KISSથી કર્યો ઈનકાર, 'સચિવજી'એ કહ્યું- 'મેં જ મેકર્સને કહ્યું હતું કે એકવાર પૂછી લો કારણ કે...'
July 08, 2025
TVFની સીરિઝ 'પંચાયત'નું ફેનબેઝ ખૂબ મોટું છે. તેની પોપ્યુલારિટી છેલ્લાં અમુક વર્ષોમાં એટલી વધી ગઈ છે કે, દર્શકો તેના પાત્રની કહાણી સાથે પણ જોડાઈ ગયા છે. સચિવજી અને રિંકીની લવ સ્ટોરી ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન ખૂબ ચર્ચામાં રહી છે. 'પંચાયતની રિંકી' એટલે કે, એક્ટ્રેસ સાંવિકાએ સીરિઝ સાથે જોડાયેલા અનેક ખુલાસા કર્યા જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. સાંવિકાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મેં સીરિઝમાં કિસિંગ સીન કરવાનો ઇનકાર કર્યો હતો. મારી અને સચિવજી એટલે કે એક્ટર જીતેન્દ્ર કુમાર વચ્ચે એક કિસિંગ સીન હતો જેના માટે હું સહજ નહતી. મેં વ્યક્તિગત રીતે શોના દર્શકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.' હવે સાંવિકાના આ નિવેદન પર જીતેન્દ્ર કુમારની પ્રતિક્રિયા સામે આવી છે. એક્ટરે કહ્યું કે, 'કિસિંગ સીન માટે સાંવિકાની સંમતિ જરૂરી હતી. જોકે, તેના શબ્દોનું અનેક લોકો દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.' એક ઈન્ટરવ્યુમાં જીતેન્દ્ર કુમારે કહ્યું કે, 'મને લાગે છે કે, સાંવિકાની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. જ્યારે કિસિંગ સીનની વાત સામે આવી ત્યારે મેં જ મેકર્સને કહ્યું હતું કે, તે સાંવિકાને પૂછી લે. તેમની સંમતિ જરૂરી છે. અમે તે સીનને અજીબ રીતે મજેદાર બનાવવા ઈચ્છતા હતા, જેમ કે, અમે કિસ કરવાના જ હોઇએ છીએ અને ત્યારે જ લાઇટ જતી રહે છે. પરંતુ, બાદમાં તેને અલગ પ્રકારે શૂટ કરવામાં આવ્યું.' જીતેન્દ્રએ કિસિંગ સીન વિશે વાત કરતા કહ્યું કે, 'ઓનસ્ક્રીન કિસ કરવામાં અસહજતા નથી થતી. મને કિસિંગ સીન આપવામાં ત્યાં સુધી તકલીફ નથી થતી, જ્યાં સુધી તે કહાણીમાં એક મજા લઈને આવે છે. મેં શુભ મંગલ જ્યાદા સાવધાનમાં આયુષ્માન ખુરાનાને કિસ કરી હતી, મેં અનેક એક્ટ્રેસને સ્ક્રીન પહેલાં પણ કિસ કરેલી છે. એક એક્ટરના રૂપે મને આ ક્યારેય અસહજ નથી લાગ્યું. ભલે તે એક સીન હોય કે કહાણી દર્શાવવાની હોય. તેમાં મજા આવવી જોઈએ. દર્શકો સાથે કનેક્ટ કરવું જોઈએ.' હકીકતમાં સાંવિકાએ કહ્યું હતું કે, 'અમારી સીરિઝના ડિરેક્ટરે કિસિંગ સીનને લઈને વાત કરી હતી. જેમાં સીન પહેલાં કંઈક બીજું હતું પરંતુ, તેને બાદમાં બદલવામાં આવ્યું. મને આ વિશે બે દિવસનો સમય જોઇતો હતો. કારણ કે, પંચાયતને દરેક પ્રકારના દર્શકો જુએ છે, જેમાં પરિવારની સંખ્યા થોડી વધુ છે. એવામાં મને કિસિંગ સીનથી અનકમ્ફર્ટેબલ લાગ્યું. ત્યારબાદ સચિવજી અને રિંકીના કિસિંગ સીનને અલગ પ્રકારે શૂટ કરવામાં આવ્યો હતો.'
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ લેવલ પર પહ...
04 December, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો...
04 December, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપક...
04 December, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષન...
04 December, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓ...
03 December, 2025
હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર...
03 December, 2025
IND vs SA | ઋતુરાજ ગાયકવાડની વનડે કરિયરની પ્રથમ સદ...
03 December, 2025
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની...
03 December, 2025
બુધવારે લાલ નિશાનમાં શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 24...
03 December, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં...
03 December, 2025