બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1 મહિલાનું મોત, 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત

July 08, 2025

મધ્યપ્રદેશના છતરપુરમાં મંગળવારે બાગેશ્વર ધામમાં આવેલા શ્રદ્ધાળુઓ સાથે અકસ્માતની ઘટના બની. જ્યાં શ્રદ્ધાળુઓ રોકાયા હતા તેની છત તૂટી પડવાથી 1 મહિલાનું મોત થયુ છે જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે 3.30 કલાકે ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે આ ઘટના બની. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. 

પોલીસે જણાવ્યું કે બાગેશ્વર પાસેની ધર્મશાળામાં શ્રદ્ધાળુઓ રોકાયા હતા જેની છત પડી ગઇ હતી. જેમાં એક મહિલા શ્રદ્ધાળનું મોત થયુ છે જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  મળતી માહિતી મુજબ જેનું મોત થયુ છે તે શ્રદ્ધાળુ યુપીના નિવાસી હતા. હાલ તેના મૃતદેહને પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.