ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટી નીકળ્યો, લોકોનું સ્થળાંતર શરૂ કરાયું

July 08, 2025

ઈન્ડોનેશિયામાં ભયંકર જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. માઉન્ટ લેવાટોબી લાકી જ્વાળામુખી ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આકાશમાં 17 કિ.મી સુધી ધુમાડા દેખાયા હતાં. આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. માઉન્ટ લેવાટોબી નજીક નહીં જવા લોકોને અપીલ કરાઈ છે.