શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનથી ઈસરો ચીફ સાથે કરી વાત

July 08, 2025

ભારતના પ્રથમ અંતરિક્ષ મુસાફર શુંભાશુ શુક્લા, જે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર એક્સિઓમ-4 મિશનમાં છે, તેમને 6 જુલાઈ 2025એ ISROના અધ્યક્ષ વી.નારાયણન સાથે ફોન પર વાતચીત કરી છે. આ વાતચીતમાં શુક્લાએ ઈસરોની ટીમને તેમની સુરક્ષિત સ્પેસ મુસાફરી માટે ધન્યવાદ આપ્યા. આ પગલું ભારતના મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટે મહત્વપૂર્ણ છે.

શુંભાશુ શુક્લા ભારતના તે પસંદગીના અંતરિક્ષ મુસાફરોમાંથી એક છે, જે એક્સિઓમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ગયા છે. આ મિશન ઈસરો અને અમેરિકાની ખાનગી સ્પેસ કંપની એક્સિઓમ સ્પેસની વચ્ચે થયેલા કરારનો ભાગ છે. શુક્લા ISS પર અલગ અલગ વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યા છે, જે ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે.

6 જુલાઈ 2025ની બપોરે શુંભાશુએ ઈસરોના અધ્યક્ષ સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન તેમને ઈસરોની મહેનત અને ટેક્નિકલ વિશેષતાઓના વખાણ કર્યા, જેને તેમની સુરક્ષિત યાત્રાને સંભવ બનાવી. શુક્લાએ ISS પર ચાલી રહેલા પ્રયોગો અને ગતિવિધિઓની પ્રગતિ વિશે પણ જાણકારી આપી છે. ઈસરો અધ્યક્ષે ભાર આપીને કહ્યું કે શુંભાશુ શુક્લાએ તેમના તમામ પ્રયોગો અને ગતિવિધિઓનું સચોટ દસ્તાવેજીકરણ કરવું આવશ્યક છે. 

આ ભારતના આગામી ગગનયાન મિશન માટે ખુબ જ મહત્વપૂર્ણ જાણકારી અને અનુભવ પ્રદાન કરશે. તમને જણાવી દઈએ કે ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન છે, જેનું લક્ષ્ય ભારતીય અંતરિક્ષ મુસાફરોને પૃથ્વીની નિચલી કક્ષામાં મોકલવાનું છે. ઈસરો મુજબ શુક્લાનો ISS અનુભવ ગગનયાન મિશનની સફળતા માટે આધાર તૈયાર કરશે. આ પ્રયોગોથી મળનારી તમામ જાણકારીઓ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને મજબૂત કરશે.