અફઘાનિસ્તાનમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ સળગી જતાં 17 બાળક સહિત 71 લોકોના મોત
August 20, 2025
અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત હેરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 71 લોકોએ જીવ ગુમાવ્યા. તેમાં 17 તો નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે એક બસ, ટ્રક અને બાઈક સાથે ટક્કર બાદ અગનગોળો બની ગઇ હતી.
આ મામલે પ્રાદેશિક સરકારના પ્રવક્તા અહેમદુલ્લાહ મુત્તાકીએ ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો. હેરાતમાં બસ, ટ્રક અને બાઈક વચ્ચે આ ટક્કર થઇ હતી. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો એક વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે અને આજુબાજુ ગભરાયેલા લોકોની ભીડ પણ દેખાઈ રહી છે.
અન્ય એક પ્રાદેશિક અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ જણાવ્યું કે આ બસમાં ઈરાનમાંથી કાઢી મૂકાયેલા અફઘાની નાગરિકો સવાર હતા જે ઈસ્લામ કલા બોર્ડર ક્રોસ કરી કાબુલ તરફ જઇ રહ્યા હતા. જોકે અકસ્માતનું કારણ જણાવતા મુત્તાકીએ કહ્યું કે આ દુર્ઘટના હેરાત શહેરના બાહ્વ વિસ્તાર ગુજારા જિલ્લામાં બસની વધારે પડતી સ્પીડ અને અને બેદરકારીને કારણે થયું હતું. બસ પહેલા બાઈક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ જ લોકોનો જીવ બચ્યો હતો. જોકે ટ્રક અને બાઈકચાલક ચાર લોકો પણ મૃતકોમાં સામેલ છે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026