Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ભારતમાં કોરોનાના 7400 એક્ટિવ કેસ, 24 કલાકમાં 9ના મોત

June 14, 2025

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 269 કેસ નોંધાયા છે, જ્યારે ચાર રાજ્યોમાં નવ દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ચાર, કેરળમાં ત્રણ અને રાજસ્થાન-તમિલનાડુમાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. સૌથી વધુ કેસો કર્ણાટક, ગુજરાત, કેરળ, દિલ્હીમાં સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આ વર્ષે દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 7400, કુલ મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે.

દેશના ચાર રાજ્યોમાં કુલ નવ દર્દીના મોત

આરોગ્યમંત્રાલયે સવારે 8 વાગ્યાથી જાહેર કરેલા ડેટા મુજબ, છેલ્લા 24 કલાકમાં જે ચાર રાજ્યોમાં કોરોના દર્દીના મોત થયા છે, તેમાં મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન અને તમિલનાડુનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં વધુ 16 કેસ નોંધાવાની સાથે સક્રિય કેસોની સંખ્યા 613 પર પહોંચી ગઈ છે, જ્યારે વધુ ચાર દર્દીના મોત થતા આ વર્ષે કુલ દર્દીઓના મોતનો આંકડો 25 પર પહોંચી ગયો છે. રાજ્યમાં વધુ 114  દર્દીઓ પણ સાજા થયા છે.