ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
October 17, 2026
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડધારકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે જે OCI કાર્ડધારકોએ નવો પાસપોર્ટ મેળવ્યા બાદ પાસપોર્ટ વિગતો અપડેટ કરવા અરજી કરી છે, તેઓ અરજી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પણ ભારત આવવા-જવા માટે મુક્ત રહેશે. આ સમયગાળા દરમિયાન તેમના પર કોઈપણ પ્રકારનો યાત્રા પ્રતિબંધ લાગુ થશે નહીં.
જાહેર સૂચનામાં જણાવાયું છે કે પાસપોર્ટ વિગતો અપડેટ કરાવવાની પ્રક્રિયા દરમિયાન ભારત આવવા કે બહાર જવા માટે કોઈ અડચણનો સામનો કરવો નહીં પડે. જો કોઈની અપડેટ અરજી પેન્ડિંગ હોય તો પણ તે પોતાના માન્ય OCI દસ્તાવેજોના આધારે મુસાફરી કરી શકે છે. દૂતાવાસે સલાહ આપી છે કે નવો પાસપોર્ટ ઈશ્યૂ થયાના ત્રણ મહિનાની અંદર OCI કાર્ડ અને ઈ-OCI રજિસ્ટ્રેશનમાં વિગતો અપડેટ કરી લે, જેથી ભવિષ્યમાં વહીવટી કે મુસાફરીની મુશ્કેલીથી બચી શકાય.
OCI કાર્ડધારકોને ભારત આવવા માટે આજીવન વિઝાની સુવિધા મળે છે અને ફોરેનર્સ રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસમાં નોંધણી કરાવવામાંથી મુક્તિ મળે છે. તેમને બિન-નિવાસી ભારતીયોની જેમ ભારતીય બાળકોને દત્તક લેવાની મંજૂરી, NEET, JEE Main અને JEE Advanced જેવી પ્રવેશ પરીક્ષાઓમાં બેસવાની પાત્રતા અને ખેતીની જમીન સિવાયની સ્થાવર મિલકતોની ખરીદ-વેચાણનો અધિકાર મળે છે.
OCI કાર્ડધારકોને ભારતમાં મતદાનનો અધિકાર હોતો નથી. તેઓ લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બની શકતા નથી અને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ જેવા બંધારણીય હોદ્દા પર નિમણૂક મેળવી શકતા નથી. તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારની જાહેર સેવાઓમાં નિમણૂક અને ખેતીની જમીન, ફાર્મ હાઉસ કે પ્લાન્ટેશનની મિલકતો ખરીદવા માટે પાત્ર ઠરતા નથી. ઈ-OCI કાર્ડ OCI સેવા પોર્ટલ પર લોગ-ઇન કરી ડેશબોર્ડમાંથી ડાઉનલોડ કરી શકાય છે અને ઇમિગ્રેશન ચેક પોસ્ટ અને એરલાઇન્સ સમક્ષ માન્ય દસ્તાવેજ તરીકે રજૂ કરી શકાય છે.
Related Articles
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
Trending NEWS
14 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026
13 October, 2026
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026