ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે થયા 9 સમજૂતી કરાર, વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત
August 05, 2025
ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર.માર્કોસ જુનિયર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ છે. બંને નેતાઓ વચ્ચે વાતચીત થયા બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 9 સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે, જેમાં વેપાર, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રો પર દ્વિપક્ષીય ચર્ચાઓ થવાની છે.
વડાપ્રધાન મોદીએ મંગળવારે (5 ઓગસ્ટ) માર્કોસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજ્યા બાદ કહ્યું કે, ‘આજે મેં અને રાષ્ટ્રપ્રમુખ માર્કોસે પરસ્પર સહયોગ, પ્રાદેશિક મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પર વિગતવાર ચર્ચા કરી છે. અમે બંને નેતાઓએ બંને દેશોના ગાઢ સંબંધોને વ્હૂયાત્મક ભાગીદારીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.’ આ પહેલા પીએમ મોદીએ હૈદરાબાદ હાઉસમાં માર્કોસનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્વાગતની તસવીરો શેર કરી હતી.’
ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ અમલીકરણ માટે કાર્ય યોજનાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ ઉપરાંત ડિફેન્સ સેક્ટર, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યટન વિભાગ મામલે પણ મહત્ત્વની સમજૂતી કરવામાં આવી છે. પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ માર્કોસ વચ્ચે દોષિત વ્યક્તિઓના સ્થાનાંતરણ અંગેની સંધિ પણ થઈ છે. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ પર ભારત સરકાર અને ફિલિપાઇન્સ સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન અને ફિલિપાઇન્સ અવકાશ એજન્સી વચ્ચે બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ પર સહયોગ સધાયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ફિલિપાઇન કોસ્ટ ગાર્ડ વચ્ચે દરિયાઈ સહયોગ માટેની પણ શરતો થઈ છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંગે પણ સમજૂતી કરાઈ છે. આમ બંને દેશો વચ્ચે 9 સમજૂતી કરાર થયા છે.
ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે રાજદ્વારી સંબંધો નવેમ્બર 1949માં સ્થાપિત થયા હતા અને ત્યારથી વિવિધ ક્ષેત્રોમાં સંબંધો મજબૂત થઈ રહ્યા છે. શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ સહકાર વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ નવેમ્બર-2017માં 3 દિવસ માટે ફિલિપાઇન્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે ASEAN-ભારત અને પૂર્વીય ASEAN-2017 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ASEAN દેશો અને ફિલિપાઇન્સ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો હતો.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026