ગવર્નર ગૈવિન ન્યૂસમની પરમિશન વગર સૈન્ય મોકલવા બદલ ટ્રમ્પ વિરુદ્ધ કેસ દાખલ

June 10, 2025

કેલિફોર્નિયા સરકારે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એક મોટુ પગલુ ભર્યું છે. સરકારે લોસ એન્જેલિસમાં રાજ્યપાલની પરમિશન વગર 2000 નેશનલ ગાર્ડ સૈનિકોને મોકલવાને લઈને તેમના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રાજ્યના અધિકારીઓનું કહેવું છે કે આ નિર્ણય કાયદાની વિરુદ્ધ છે. જેનાથી આ તણાવયુક્ત વાતાવરણ વધારે બગડી શકે છે. 

અર્ટોની જનરલે સોમવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે ગવર્નર ગૈવિન ન્યૂસમની પરમિશન વગર સૈન્ય મોકલ્યુ હતું. જે અયોગ્ય છે. બોન્ટાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈ પ્રકારનો હુમલો થયો નથી કે કોઈ પ્રકારનો વિદ્રોહ થયો નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિ ફક્ત તેનો રાજકીય ફાયદો ઉઠાવવા માટે સંકટ અને અવ્યવસ્થા ફેલાવવા માંગે છે.

કેલિફોર્નિયા સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાનો ખોટો દુરઉપયોગ કર્યો છે. જે ફક્ત કોઈ ખાસ પરિસ્થિતિઓમાં જ રાષ્ટ્રપતિને સૈનિકો મોકલવાની પરમિશન આપે છે. જેમ કે કોઈ મોટા હુમલા અને વિદ્રોહની સ્થિતિમાં. રાજ્ય સરકારનું કહેવું છે કે હાલ આવી કોઈ પરિસ્થિતિ ઉભી થઈ નહોતી.