Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 શ્રમિકના મોતની આશંકા, અનેક ઘાયલ

June 30, 2025

તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. આ અકસ્માતમાં 10 શ્રમિકના મોતની આશંકા છે તેમજ અંદાજે 15-20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હજુ પણ ઘણા લોકો ફેકટરીમાં ફસાયેલા છે, જેથી મૃતકોની સંખ્યા વધી શકે તેવો પણ અંદાજ છે. તેલંગાણાના સંગારેડ્ડીમાં પાટન ચેરુ મંડળના સિગાચી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં સવારે 7 વાગ્યે વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયા બાદ આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું. જેમાં અકસ્માતના સમાચાર મળતા જ 11 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી વિસ્ફોટનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રિએક્ટરમાં ટેક્નિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હશે. ઘાયલ કામદારોમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત ગંભીર છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કામગીરી ચાલુ હોવાથી કુલ મૃતકોની સંખ્યાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.