Breaking News :
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા! દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન

અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ

August 27, 2025

અરવલ્લીમાંથી સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં દંપતીએ બાળક સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પતિનું મોત નિપજ્યું છે અને પત્ની તેમજ બાળક હાલ સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, બુધવારે (27 ઓગસ્ટ) વહેલી સવારે અરવલ્લીમાંથી પરિવાર દ્વારા સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી. પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, સ્થાનિકોને આ વિશે જાણ થતા તુરંત પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેયને નદીની બહાર કાઢવામાં આવ્યા. જોકે, આ દરમિયાન પતિનું મોત નિપજ્યુ હતું પરંતુ પત્ની તેમજ બાળકોના શ્વાસ શરૂ હતા. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા પત્ની અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ પત્નીનું નિવેદન અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ આધારે કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરશે.