મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન
October 21, 2026
મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. કાંગપોકપી જિલ્લામાં મંગળવારે સવારે બળવાખોરોએ કુકી સમુદાયના પાઓલેન ખોંગસાઈ નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હત્યાના વિરોધમાં કમિટી ઓન ટ્રાયબલ યુનિટી દ્વારા જિલ્લામાં મધ્યરાત્રિથી 24 કલાકના બંધનું આહવાન કરવામાં આવ્યું છે, જ્યારે મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યાના વિરોધમાં નેટિવ પીપલ્સ કમિટી મણિપુરના સભ્યો દ્વારા મંગળવાર અને બુધવારે 48 કલાકના બંધની જાહેરાત કરવામાં આવી છે.
આ બંધના કારણે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, થોબલ અને કાકચિંગ એમ ખીણ વિસ્તારના પાંચ જિલ્લામાં બજારો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી પ્રતિષ્ઠાનો સંપૂર્ણપણે બંધ રહ્યા તથા જાહેર પરિવહન પણ ઠપ થઈ ગયું હતું.
બીજી તરફ પોલીસે કાંગપોકપી જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્રણ લોકોની અટકાયત કરી છે. એડિશનલ DGP કાયદો અને વ્યવસ્થા દોરજીના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન ત્રણમાંથી બે બળવાખોરોએ સુનુરોક પહાડીઓ પર થયેલા હુમલામાં પોતાની સંડોવણી સ્વીકારી છે અને તેમની નિશાનદેહી પર હથિયારો તથા દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત થોબલ જિલ્લામાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણ અને યુવકના મોત મામલે પણ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યની કથળતી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વાઈ. ખેમચંદ સિંહે મંગળવારે સચિવાલય ખાતે વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઓક્રમ ઇબોબી સિંહ, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મેઘચંદ્ર સિંહ, લોકસભા સાંસદ અંગોમચા બિમચંદ અકોઇજમ સહિત વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિપક્ષી નેતાઓએ રાજ્યની સ્થિતિ અંગે તાકીદે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી હતી, જેના પર મુખ્યમંત્રીએ વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે બેઠકમાં રાજ્યની સમગ્ર સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને શાંતિ તેમજ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે સામૂહિક પ્રયાસો પર સાર્થક ચર્ચા થઈ હતી.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026