ગાંદરબલમાં મોટો અકસ્માત, ITBPના જવાનોને લઇ જતી બસ નદીમાં પડી

July 30, 2025

જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. એક બસમાં આઇટીબીપીના જવાનો જઇ રહ્યા હતા અને બસ અચાનક જ સિંધ નદીમાં પડી ગઇ. આ ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીર એસડીઆરએફ ગાંદરબલ અને એસડીઆરએફ સબ કોમ્પોનન્ટ ગુંડ દ્વારા સિંધ નદીના કુલ્લાનમાં તપાસ અને બચાવ અભિયાન શરૂ કર્યુ છે. રિપોર્ટ્સ મુજબ કેટલાક હથિયારો મળી આવ્યા છે તો કેટલાક હથિયારો ગાયબ છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ વચ્ચે ગાંદરબલ જિલ્લાના કુલાનમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના કર્મચારીઓને લઈ જતી બસ સિંધ નદીમાં પડી ગઈ હતી. તેમણે કહ્યું કે SDRF બસમાં સવાર સૈનિકોને શોધવા અને બચાવવા માટે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ સૈનિક મળ્યો નથી.