જમ્મુ કાશ્મીરમાં BSFની એક પોસ્ટનું નામ 'સિંદૂર' રાખવા માટે મુકાયો પ્રસ્તાવ

May 27, 2025

જમ્મુ કાશ્મીરના સાંબામાં BSFની એક અગ્રીમ પોસ્ટનું નામ સિંદૂર રાખવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બે પોસ્ટ શહીદોના નામે રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.  બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ઇન્સ્પેક્ટર જનરલ (રાજસ્થાન ફ્રન્ટિયર) એમએલ ગર્ગે સોમવારે (26 મે) જણાવ્યું હતું કે પાકિસ્તાને બાડમેર, જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગર જિલ્લામાં 413 ડ્રોન હુમલા કર્યા હતા, પરંતુ તે બધાને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

જોધપુરમાં બીએસએફ મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા, ગર્ગે પશ્ચિમી સરહદ પર ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફની સિદ્ધિઓ શેર કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાએ રાજસ્થાનમાં સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવ્યા, જેમાં ફલોદી એરબેઝનો પણ સમાવેશ થાય છે.પરંતુ સેનાએ જ્યાં અને જ્યારે જરૂર પડી ત્યારે બરાબર જવાબ આપ્યો.