પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટથી ભરી દીધું, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા
March 19, 2025
મેરઠ : ઉત્તર પ્રદેશમાં મેરઠના એક ઘરમાં સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાં મૃતદેહના ટુકડા હોવાના સમાચારથી હોબાળો મચી ગયો. મર્ચેન્ટ નેવીમાં નોકરી કરનાર વ્યક્તિ સૌરભ રાજપૂતની હત્યાના આ મામલે કોઈ અન્યની નહીં પરંતુ તેની જ પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.
સૌરભની પત્નીએ પોતાના બોયફ્રેન્ડની સાથે મળીને તેની હત્યા કરી દીધી. પછી મૃતદેહના ટુકડા કર્યા અને મૃતદેહને એક પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકીને તેમાં સિમેન્ટ ભરી દીધો. પોલીસે આ મામલે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવી ગયો.
2 કલાકની જહેમત બાદ પણ ડ્રમ ખુલી શક્યો નહીં તો ડ્રમને પોલીસે કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ હાઉસ મોકલ્યો જ્યાં ડ્રમને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. જણાવાઈ રહ્યું છે કે સિમેન્ટના કારણે મૃતદેહ જામી ગયો હતો. આ દરમિયાન મૃતકના ઘરની બહાર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.
મામલો મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના ઈન્દિરાનગરનો છે જ્યાં મર્ચેન્ટ નેવીમાં કામ કરનાર સૌરભ રાજપૂત પોતાની પત્ની મુસ્કાન રસ્તોગી અને 5 વર્ષની પુત્રીની સાથે રહેતો હતો.
હાલ તેનું પોસ્ટિંગ લંડનમાં હતું. સૌરભ થોડા દિવસ પહેલા જ લંડનથી મેરઠ આવ્યો હતો. સૌરભ કુમારે 2016માં લવ મેરેજ કર્યા હતા અને તે બાદ તેનો પરિવારજનો સાથે વિવાદ ચાલી રહ્યો હતો.
તે 3 વર્ષ પહેલા મુસ્કાનની સાથે ઈન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. તેની એક 5 વર્ષની પુત્રી પણ છે જે સેકન્ડ ક્લાસમાં છે.
4 માર્ચે સૌરભ મેરઠ આવ્યો હતો. મુસ્કાને 10 દિવસ પહેલા મોહલ્લાના લોકોને જણાવ્યું કે હું પતિની સાથે ફરવા માટે હિમાચલ પ્રદેશ જઈ રહી છું અને તે બાદ ઘરના દરવાજાને તાળું લગાવી દેવાયું. તે બાદ કોઈએ મુસ્કાન કે સૌરભને જોયા નહીં.
\આ દરમિયાન મુસ્કાને સમગ્ર ઘટનાક્રમ પોતાની માતાને જણાવ્યો કે કેવી રીતે તેણે પોતાના પ્રેમીની સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી છે. તે બાદ મુસ્કાનની માતાએ પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર ઘટના પોલીસને જણાવી.
પોલીસે મુસ્કાનને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો. સામે આવ્યું કે પત્ની મુસ્કાને પોતાના પ્રેમી સાહિલની સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી.
તેનો મૃતદેહ એક પ્લાસ્ટિકના ડ્રમમાં મૂક્યો અને પછી ડ્રમમાં સિમેન્ટ ઓગાળીને નાખી દીધો. જેનાથી મૃતદેહ અંદર જામી ગયો અને લોકોને જાણ ન થાય તે માટે તેને મકાનની અંદર જ સંતાડી દીધો.
Related Articles
દિલ્હી જ નહીં 4 મોટા શહેરોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો હતો પ્લાન! તપાસ બાદ મોટો ખુલાસો
દિલ્હી જ નહીં 4 મોટા શહેરોમાં સિરિયલ બોમ...
Nov 13, 2025
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ શરૂ કરાઈ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ,...
Nov 12, 2025
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર અથડામણ, ટોપ કમાન્ડર સહિત 6 નકસલી ઠાર, મોટી સંખ્યામાં હથિયાર જપ્ત
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર અથડામણ, ટો...
Nov 12, 2025
અલ ફલાહ યુનિવર્સિટીની બિલ્ડીંગ નંબર 17માં 13 નંબરનો રુમ..જ્યાં ઘડાયું આતંકવાદી કાવતરુ
અલ ફલાહ યુનિવર્સિટીની બિલ્ડીંગ નંબર 17મ...
Nov 12, 2025
નોઈડાની હોસ્પિટલમાં નિર્માણાધીન દિવાલ થઈ ધરાશાયી, 7 કામદારો દટાયા
નોઈડાની હોસ્પિટલમાં નિર્માણાધીન દિવાલ થઈ...
Nov 12, 2025
દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય, NIAને સોંપી તપાસ
દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય...
Nov 11, 2025
Trending NEWS
12 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025