મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ

February 10, 2026

મણિપુરમાં ફરીથી હિંસા ભડકતા સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. મહિનાઓ સુધી હિંસાગ્રસ્ત રહ્યા બાદ થોડા દિવસથી મણિપુરમાં શાંતિ હતી. પરંતુ હવે ઉખરુલના એક ગામમાં અનેક ઘરો પર હુમલો કરી આગચંપી કરવામાં આવી છે. 

લિટન સારેઈખોંગ ગામમાં આગચંપી અને હિંસા બાદ સમગ્ર ઉખરુલ જિલ્લામાં કરફ્યુ લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવાઓ પણ પાંચ દિવસ માટે રદ કરી દેવામાં આવી છે. 

હિંસક તત્વોએ પર્વતીય વિસ્તારોમાં હવામાં ફાયરિંગ પણ કર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કેટલાક ગ્રામીણો ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર પલાયન કરી ગયા. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતાં તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા.