અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે : એવિએશન મિનિસ્ટર
June 14, 2025
અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી (Aviation Minister) રામ મોહન નાયડુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે 650 ફૂટની ઊંચાઇએ વિમાન ઉડી રહ્યું હતું અને તે સમયે વિમાનમાં ખામી સર્જાતા પાઈલટે MAY DAY નો સંદેશ આપ્યો હતો. પાઈલટે ઈમરજન્સી હોવાની જાણકારી આપી હતી.
આ મામલે ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે પ્લેન ક્રેશ થતાં પહેલા પાઈલટે ઈમરજન્સી સ્થિતિની જાણકારી આપી હતી. ATC તરફથી એ મેસેજનો કોઈ જવાબ મળ્યો નહોતો. ઉડ્ડયન મંત્રીના જણાવ્યાનુસાર વિમાને 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને 1:40 વાગ્યે વિમાન ક્રેશ થઇ ગયું હતું. એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ વિમાન બે કિ.મી. દૂર તૂટી પડ્યું હતું.
ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગૃહ સચિવના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ હાઈ લેવલની કમિટી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે. તપાસ સમિતિમાં ડીજીસીએ અને આઈબીના અધિકારીઓને પણ સામેલ કરાયા છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું જેના પરથી વિમાન દુર્ઘટના પહેલા છેલ્લી ઘડીએ શું થયું હતું તે જાણી શકાશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, 'પ્લેન ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેના કારણે આગ ફેલાઈ ગઇ હતી. આગને કાબૂમાં લેતા લેતા 6 વાગી ગયા હતા. આ મામલે કમિટી તપાસ કરી રહી છે. જે તમામ પુરાવાઓ અને નિવેદનો એકઠાં કરશે અને રિપોર્ટ રજૂ કરશે.'
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026